પુષ્કરમાં પૂજા દરમિયાન રાહુલ ગાંધીએ કર્યો પોતાના ગોત્રનો ખુલાસો, સતત ઉઠી રહ્યાં હતાં સવાલ
Trending Photos
પુષ્કર: ભાજપ તરફથી રાહુલ ગાંધીના ગોત્ર અંગે ખુબ સવાલો ઉઠી રહ્યાં હતાં, હવે એવું લાગે છે કદાચ શાંત થશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે જ પોતાનું ગોત્ર જણાવી દીધુ છે. સોમવારે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિશ્વના પ્રસિદ્ધ પુષ્કર મંદિર પહોંચેલા રાહુલ ગાંધીએ જ્યારે અહીંના પૂજારીને તેમનું ગોત્ર પૂછ્યું તો તેમણે તેનો જવાબ આપ્યો. પૂજા દરમિયાન પૂજારીએ મંત્રોચ્ચાર દરમિયાન રાહુલ ગાંધીને પૂછ્યું હતું ત્યારે તેમણે ઝડપથી તેનો જવાબ આપ્યો.
સોફ્ટ હિન્દુત્વના રસ્તે જઈ રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સામાજિક સમરસતાનો સંદેશ આપવાની કોશિશ સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ જ કડીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યાં એક બાજુ હિન્દુ આસ્થાઓના સૌથી મોટા કેન્દ્ર તીર્થરાજ પુષ્કર પહોંચીને પૂજા અર્ચના કરી ત્યાં બીજી બાજુ રાહુલ ગાંધીએ સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તિની દરગાહ પર ખુબ શિદ્દતથી ઈબાદત પણ કરી.
કૌલ બ્રાહ્મણ છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પુષ્કરના મંદિરમાં પુષ્કર સરોવરની પૂજા પણ કરી. જ્યારે પૂજા કરાવી રહેલા પંડિત રાજનાથ કૌલે કોંગ્રેસ અધ્યક્ષને તેમનું ગોત્ર પૂછ્યું તો રાહુલે પોતાના ગોત્રનું નામ લેતે કહ્યું કે તેઓ કૌલ દત્તાત્રેય ગોત્રના છે. આ સાથે જ રાહુલ ગાંધીએ પૂજા સ્થળ પર પોતાના પૂર્વજોના રેકોર્ડ પણ જોવા મળ્યાં. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીને પંડિત દીનાનાથ કૌલ અને રાજનાથ કૌલે મંદિરમાં પૂજા કરાવડાવી હતી. નોંધનીય છે કે હાલમાં જ મધ્ય પ્રદેશમાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસવાર્તામાં રાહુલ ગાંધીને તેમના ગોત્ર વિષે સવાલ પૂછ્યો હતો અને ત્યારબાદ ખુબ વિવાદ પણ થયો હતો.
જાણકારોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટી આ વખતે ચૂંટણીમાં સાંપ્રદાયિક સમરસતા અને સર્વધર્મ સન્માનનો સંદેશ આપતા રાજસ્થાનની ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનમાં સક્રિય રાહુલ ગાંધીના માધ્યમથી કોંગ્રેસ હિન્દુ અને મુસ્લિમ મતોને સાધવાની કોશિશમાં છે. એકબાજુ જ્યાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તિની દરગાહથી દુનિયાભરમાં કોમી એક્તાનો સંદેશ જાય છે ત્યાં જગત પિતા બ્રહ્માની નગરી પુષ્કરથી દેશભરના હિન્દુઓ જોડાયેલા છે. આવી સ્થિતિમાં એક જ દિનમાં રાહુલ ગાંધી બે જગ્યાઓએ પહોંચીને એક સંદેશ રાજસ્થાનની જનતાને આપ્યો છે.
જો કે બીજી બાજુ ભાજપ કોંગ્રેસની તમામ વાતો પર ચૂંટણી સ્ટંટ ગણાવીને પરિવારથી ગ્રસિત ગણાવે છે. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું કે તેમણે 50 વર્ષ સુધી જાતિઓને પરસ્પર લડાવી અને દેશનો નહીં પરંતુ એક પરિવારનો જ વિકાસ કર્યો. રાજેએ શુક્રવારે અનેક જિલ્લાઓમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત નિવાઈ, નૈનવા, ગઢી, બડી સાદડી, ચૈરાસી અને સાગવાડામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરતા આ આરોપ લગાવ્યો.
આ બાજુ કોંગ્રેસને વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ રાહુલ ગાંધીનો આ પહેલો રાજસ્થાન પ્રવાસ છે. આ પ્રવાસ હેઠળ રાહુલ ગાંધી અજમેરની દરગાહ અને પુષ્કરમાં મંદિર ગયા બાદ સરહદી પોખરણ કસ્બામાં ચૂંટણી સભાને સંબોધશે. તેમની સભા જાલોરમાં પણ થશે. આ જ દિવસે સાંજે તેઓ જોધપુરમાં એક સામાન્ય સભાને સંબોધિત કરશે. રાજ્યની 200 વિધાનસભા ચૂંટણી માટે સાત ડિસેમ્બરે મતદાન થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે